જખૌબંદર તિરંગાના રંગે રંગાયું, સુરક્ષા જવાનો અને વિદ્યાર્થીઓની દેશભક્તિભરી યાત્રાએ જગાવ્યો રાષ્ટ્રપ્રેમ
કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના સરહદી અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ જખૌબંદર ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરવા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામા
જખૌ બંદર તિરંગા યાત્રા યોજાઈ


જખૌ બંદર તિરંગા યાત્રા યોજાઈ


જખૌ બંદર તિરંગા યાત્રા યોજાઈ


જખૌ બંદર તિરંગા યાત્રા યોજાઈ


જખૌ બંદર તિરંગા યાત્રા યોજાઈ


કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના સરહદી અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ જખૌબંદર ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરવા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં વિવિધ સુરક્ષા એજન્સીઓના જવાનો, પોલીસ અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈને સમગ્ર જખૌબંદરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.

જખૌબંદરના માર્ગો પર હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભક્તિની લાગણી છવાઈ ગઈ હતી. તિરંગા સાથે આગળ વધતા મરીન પોલીસના જવાનો, મરીન કમાન્ડો, બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF અને ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોની હાજરીએ યાત્રાને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. તેમની સાથે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પણ જોડાતા આ આયોજન સુરક્ષા દળો અને સ્થાનિક લોકો વચ્ચેના મજબૂત સંકલનનું પ્રતીક બન્યું હતું.

તિરંગા યાત્રા દરમિયાન દેશપ્રેમના નારા અને રાષ્ટ્રધ્વજ સાથેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સરહદી વિસ્તારમાં યોજાયેલી આ યાત્રાએ સ્થાનિક લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાની સાથે નવી પેઢીને દેશની સુરક્ષા અને રાષ્ટ્રધ્વજના ગૌરવ અંગેનો સંદેશ પણ આપ્યો હતો.

આ પ્રસંગે મરીન કમાન્ડોના DYSP શ્રી આર.એમ. ચૌધરી તેમજ જખૌ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એમ. ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષા દળોના અધિકારીઓ અને જવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.

તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હોવાથી જખૌ મરીન પોલીસ સ્ટેશન દ્વારા તેમના માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાને કારણે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

જખૌબંદર જેવા સરહદી વિસ્તારમાં યોજાયેલી આ તિરંગા યાત્રા માત્ર એક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહી, પરંતુ રાષ્ટ્રધ્વજ પ્રત્યેના સન્માન, સુરક્ષા દળો પ્રત્યેના ગૌરવ અને દેશપ્રેમની ભાવનાને વ્યક્ત કરતું યાદગાર આયોજન બની રહ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande