નલિયામાં દેશભક્તિના રંગે રંગાઈ તિરંગા યાત્રા, ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યું શહેર
કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં નલિયા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ
નલિયા ખાતે યોજાઈ તિરંગા યાત્રા


નલિયા ખાતે યોજાઈ તિરંગા યાત્રા


નલિયા ખાતે યોજાઈ તિરંગા યાત્રા


નલિયા ખાતે યોજાઈ તિરંગા યાત્રા


નલિયા ખાતે યોજાઈ તિરંગા યાત્રા


કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.) : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં નલિયા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વરસાદી વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ યાત્રામાં જોવા મળેલો ઉત્સાહ અને ઉમંગ જરાય ઓછો થયો નહોતો.

તાલુકા પંચાયત કચેરી ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજ સાથે આગળ વધેલી યાત્રા નલિયાના મુખ્ય બજાર વિસ્તારોમાંથી પસાર થઈ રામ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રભક્તિના નારાઓથી નલિયાનું વાતાવરણ દેશપ્રેમથી છલકાઈ ઊઠ્યું હતું.

આ તિરંગા યાત્રામાં અબડાસા તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાની આગેવાની જોવા મળી હતી. રાજકીય આગેવાનો ઉપરાંત સામાજિક કાર્યકરો, ગામોના સરપંચો, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, હોમગાર્ડના જવાનો તથા પોલીસ કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ વર્ગના લોકો એકસાથે રાષ્ટ્રધ્વજ સાથે જોડાતા સમગ્ર યાત્રાએ એકતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપ્યો હતો.

તિરંગા યાત્રાનું વિશેષ આકર્ષણ નાના બાળકોની વેશભૂષા બની હતી. કેટલાક બાળકોએ મહાત્મા ગાંધી, શહીદ ભગતસિંહ અને ભારત માતાની વેશભૂષા ધારણ કરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. બાળકોના આ દેશભક્તિપૂર્ણ રૂપને જોઈ યાત્રામાં ઉપસ્થિત લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

યાત્રા આગળ વધતી રહી તેમ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારાઓથી નલિયાની બજાર ગુંજી ઊઠી હતી. રાષ્ટ્રધ્વજની આન, બાન અને શાન સાથે યોજાયેલી આ તિરંગા યાત્રાએ સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે નલિયાના નાગરિકોમાં દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકોની હાજરીએ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande