પોરબંદર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે 129 જેટલી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન.
પોરબંદર , 13 ઓગસ્ટ (હિ.સ.)આગામી તા.15 ઓગસ્ટ, 2026 ના રોજ ઉજવનાર 80મા સ્વતંત્ર પર્વને અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, રાષ્ટ્રીય ગૌરવ અને સર્જનાત્મકતાની ભાવનાને પ્રોત્સાહન મળે તે હેતુથી પોરબંદર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અને સ્
પોરબંદર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે 129 જેટલી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન.


પોરબંદર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે 129 જેટલી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન.


પોરબંદર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે 129 જેટલી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન.


પોરબંદર , 13 ઓગસ્ટ (હિ.સ.)આગામી

તા.15 ઓગસ્ટ, 2026 ના રોજ ઉજવનાર 80મા સ્વતંત્ર પર્વને અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, રાષ્ટ્રીય ગૌરવ અને સર્જનાત્મકતાની ભાવનાને પ્રોત્સાહન મળે તે હેતુથી

પોરબંદર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત

પોરબંદર જિલ્લાની આશરે 129 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ લેખન, વકૃત્વ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓ

યોજવામાં આવી હતી. આ વિવિધ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

હતો.

સ્પર્ધાઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત,

સ્વાતંત્ર્ય સંગ્રામ તેમજ દેશના સ્વતંત્ર અને લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના કેળવવાનો પ્રયાસ

કરવામાં આવ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન મળે તે

માટે વિવિધ વિષયલક્ષી અને કલાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

સ્વતંત્ર પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત થાય તેમજ સમગ્ર

જિલ્લામાં રાષ્ટ્રીય પર્વનો માહોલ સર્જાય તે હેતુથી શિક્ષણ વિભાગના માર્ગદર્શન

હેઠળ જિલ્લાની શાળાઓ દ્વારા આયોજનબદ્ધ રીતે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande