વડોદરા વોર્ડ નંબર 12માં ભવ્ય તિરંગા યાત્રા, ‘હર ઘર તિરંગા’ના સંદેશ સાથે દેશભક્તિનો માહોલ
વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) : 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના નારા અને હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર
તિરંગા રેલી


તિરંગા રેલી


વડોદરા, 13 ઓગસ્ટ (હિ.સ.) : 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના નારા અને હાથમાં તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ યાત્રામાં ભાજપના આગેવાનો, વોર્ડના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સ્થાનિક નાગરિકો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

તિરંગા યાત્રા વિદ્યાકુંજ સ્કૂલ, મુઝમહુડા ખાતેથી પ્રસ્થાન થઈ હતી. સમગ્ર માર્ગ દરમિયાન દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથેનો માહોલ જોવા મળ્યો હતો. યાત્રામાં વડોદરા શહેર મહામંત્રી સત્યમભાઈ કુલાબકર, પૂર્વ પ્રમુખ ડૉ. વિજય શાહ, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, મહામંત્રી રોહનભાઈ અને ચિરાગભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત કાઉન્સિલર સ્મિતભાઈ પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંગ, કાઉન્સિલર શકુંતલાબેન વસાવા સહિત મોટી સંખ્યામાં વોર્ડના કાર્યકર્તાઓ અને નાગરિકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો.

તિરંગા યાત્રા છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ ખાતે પહોંચી હતી, જ્યાં ભાજપ શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યાત્રા શ્રી જાગૃત હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. ‘હર ઘર તિરંગા’ અભિયાનના માધ્યમથી લોકોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande