જામનગરમાં બુલેટ પર કર્ક્સ અવાજથી, સીન સપાટા કરતા કોલેજિયનને પોલીસે ઝડપી સીન વિખી નાખ્યા
જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં રણજીતસાગર રોડ પર બુલેટ મોટરસાઇકલ પર, ફટાકડા ફોડતા-ફોડતા જોખમી રીતે વાહન હંકારતા કોલેજિયન યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિટી-એ ડિવિઝન પોલીસે, ત્વરિત કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની બુ
બુલેટ પર સીન સપાટા કરતો શખસ


જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગરમાં રણજીતસાગર રોડ પર બુલેટ મોટરસાઇકલ પર, ફટાકડા ફોડતા-ફોડતા જોખમી રીતે વાહન હંકારતા કોલેજિયન યુવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિટી-એ ડિવિઝન પોલીસે, ત્વરિત કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની બુલેટ મોટરસાઇકલ કબજે કરી હતી અને લાઇસન્સ વગર તથા બેફિકરાઈથી વાહન ચલાવવાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસ ફરિયાદ મુજબ, જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસે તત્કાલ સર્વેલન્સ સ્ક્વોર્ડની ટીમને કામે લગાડી હતી અને ગણતરીના કલાકોમાં બુલેટમાં ફટાકડા ફોડી સીન સપાટા કરનાર કોલેજીયનને શોધી કાઢ્યો હતો જેને પોલીસ મથકે લઈ આવ્યા બાદ તેની સામે જરૂરી કાર્યવાહી કરી હતી. ભવિષ્યમાં હવે કોઈ દિવસ આવું કૃત્ય નહીં કરે, તેવી પોલીસ સમક્ષ કબુલાત પણ કરી લીધી હતી.

પોલીસ તપાસમાં નાનકપુરી તરફથી રોયલ એનફિલ્ડ બુલેટ, પુરઝડપે અને બેફિકરાઈથી હંકારતો એક યુવાન નજરે પડ્યો હતો. પોલીસે બુલેટને અટકાવી બે પંચોને બોલાવી, તપાસ કરતાં ચાલકનું નામ અંશ સંદીપભાઈ ચૌહાણ (ઉંમર 22 વર્ષ, ધંધો અભ્યાસ, રહે. રણજીતસાગર રોડ, પટેલ નગર શેરી નં. 5-6, જામનગર) હોવાનું બહાર આવ્યું હતું.

દરમિયાન પોલીસ તપાસમાં બુલેટનો રજીસ્ટ્રેશન નંબર જીજે-10-સીક્યુ-6644 હોવાનું તથા અંશ ચૌહાણ પાસે વાહન ચલાવવાનું ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, યુવાને પોતાની તથા અન્ય રાહદારીઓની જિંદગી જોખમાય તે રીતે બેફિકરાઈ અને ગફલતભરી રીતે, બુલેટ ચલાવી હતી. આ ઉપરાંત રણજીતસાગર રોડ પર બુલેટમાં ફટાકડા ગોઠવી ફટાકડા ફોડતો-ફોડતો વાહન હંકારતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના આધારે પોલીસની સર્વેલન્સ ટીમ સક્રિય બની હતી.

સિટી-એ ડિવિઝન પોલીસે અંશ ચૌહાણ સામે, ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 તથા મોટર વાહન અધિનિયમની કલમ 181(3) હેઠળ ગુનો નોંધ્યો છે. પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(3) મુજબ નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યો હતો. બુલેટ મોટરસાઇકલ પોલીસ કબજામાં લેવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande