
પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત
મહિલા આર્થિક વિકાસ નિગમ
લિ. અને મહિલા તથા બાળવિકાસ
વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પોરબંદરમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સંદેશ સાથે ‘રાખી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે.મહિલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની કૃતિઓ, રોજિંદા ઉપયોગની ચીજ વસ્તુઓતેમજ ઘર સુશોભનની કલાકૃતિઓના પ્રદર્શન અને વેચાણ દ્વારા મહિલાઓને, આત્મનિર્ભરતા અને રોજગારી માટે પ્રોત્સાહન આપવાનો હેતુ છે.મેળાનુંઉદ્ઘાટન 14 ઓગસ્ટ 2026નારોજ સવારે 11 વાગ્યે પોરબંદરમહાનગરપાલિકાના મેયર સાગરમોદી દ્વારા કરવામાં આવશે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા તથા કુતિયાણા ધારાસભ્યકાંધલ જાડેજા વિશેષ ઉપસ્થિત રહેશે.આમેળો 14 ઓગસ્ટથી 23 ઓગસ્ટ 2026 સુધી તન્ના ડોલ, રેલવે
સ્ટેશનની બાજુમાં યોજાશે. મેળાનો સમય સવારે 11થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે.મેળા પાછળનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની મહિલાઓ દ્વારા, તૈયાર કરાતી સ્વદેશી અને હસ્તકલા આધારિત ચીજ વસ્તુઓને બજાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ મહિલા કારીગરોને પોતાની કળા અને ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ‘સ્નેહની રાખી-સ્વાવલંબનની દોરી’ના સંદેશ સાથે યોજાનારા આ મેળામાં નાગરિકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya