
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે સરસ્વતી તાલુકાના અઘાર ગામે આવેલા પાળેશ્વર મહાદેવ મંદિરમાં શિવપૂજન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમનું આયોજન પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અશ્વિન પટેલ અને કિસાન મોરચાના પ્રભારી મહેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના પવિત્ર પ્રારંભે ભગવાન શિવની પૂજા-અર્ચના સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિવપૂજન બાદ વૃક્ષારોપણ કરી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ