
પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર
જિલ્લાના ચીંગરિયા ગામમાં પાણીના અવેડાપાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો
હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન જાહેરમાં પૈસાની
હારજીતનો જુગાર રમતા 6 શખ્સોને, ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં નિલેશ
ઉર્ફે પટેલ ભીખાભાઈ વાસણ, ભાવેશ માલદેભાઈ વાજા, નાગા ભોજાભાઈ, રાજુ હાજાભાઈ દાસા, ભોજા
ગગનભાઈ દાસા અને નાગા કરણભાઈ ઓડેદરાનો સમાવેશ
થાયછે.આરોપીઓ ગંજીપત્તાના પાનાથી
તીનપત્તીનો જુગારરમી રહ્યા હતા.
પોલીસે સ્થળ પરથી
ગંજીપત્તાના 52 પાના, પાથરણું અને રોકડા રૂ.70,800 કબજે કર્યા હતા.
કુલ રૂ.70,800ના મુદ્દામાલ સાથે તમામને ઝડપી પાડવામાં આવ્યા હતા.આ મામલે
પોલીસે તમામ 6 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya