સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026: સોમનાથ મંદિર પરિસરમાં, 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો ભવ્ય શુભારંભ
ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026 ની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ ચૂકી છે. જે અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં શિવભક્તોના કલ્યાણ અર્થે 30 દિવસ સુધી ચા
સોમનાથ મંદિર પરિસરમાં 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ


ગીર સોમનાથ 13 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026 ની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ ચૂકી છે. જે અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં શિવભક્તોના કલ્યાણ અર્થે 30 દિવસ સુધી ચાલનારા 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞના અનુષ્ઠાનનો શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પવિત્ર મહાયજ્ઞના અનુષ્ઠાનનો પ્રારંભ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે. લહેરી, ટ્રસ્ટી જે.ડી. પરમાર, સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે યજ્ઞનો શુભારંભ કરાવી, સોમનાથ મહાદેવને વિશ્વ કલ્યાણ તથા ભક્તોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

હજારો શ્રદ્ધાળુઓ લઈ શકશે યજ્ઞનો લાભ:

શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશથી આવતા શિવભક્તો પણ આ પવિત્ર યજ્ઞમાં સહભાગી થઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞમાં આહુતિ આપવા માટે દૈનિક 9 સ્લોટ રાખવામાં આવ્યા છે. આ વ્યવસ્થાના માધ્યમથી દરરોજ હજારો ભક્તો સરળતાથી આ મહાયજ્ઞનો લાભ લઈ શકશે અને મહામૃત્યુંજય મંત્રના જપ સાથે આહુતિ અર્પણ કરી ધન્યતાનો અનુભવ કરી શકશે.

સળંગ 30 દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞમાં મહામૃત્યુંજય મંત્રના નાદથી સમગ્ર સોમનાથ પરિસર શિવમય બની ગયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ શિવભક્તોને આ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ તીર્થ પધારીને મહાદેવના દર્શન તથા આ મહાયજ્ઞનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande