મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠક
ગાંધીનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કિંગ સેક્ટરને પોતાની સેવાઓથી ક્રેડિટ ટુ લાસ્ટ માઇલ સાકાર કરીને એમ.એસ.એમ.ઈ., મહિલા ઉદ્યોગકરો તથા ગ્રામીણ કારીગરો અને નાના ખેડૂતો સહિત છેવાડાના લોકો સુધી સરળતાએ ધિરાણ પહોંચાડવા આહવાન કર્યુ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કિંગ સેક્ટરને પોતાની સેવાઓથી ક્રેડિટ ટુ લાસ્ટ માઇલ સાકાર કરીને એમ.એસ.એમ.ઈ., મહિલા ઉદ્યોગકરો તથા ગ્રામીણ કારીગરો અને નાના ખેડૂતો સહિત છેવાડાના લોકો સુધી સરળતાએ ધિરાણ પહોંચાડવા આહવાન કર્યું હતું

ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી SLBCની 190મી બેઠકની અધ્યક્ષતા કરતાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ગતિ કરી રહ્યો છે તેમાં બેન્કિંગ સેક્ટરની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પહેલાં બેન્ક એટલે માત્ર ધિરાણ સહાય કે નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારો માટે એવી સીમિત વ્યાખ્યા હતી. હવે, વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને પાર પાડવાની દિશામાં બેંકો પણ સામાજિક સેવા ક્ષેત્રોમાં સેવાકીય વ્યાપ વધારીને સહભાગી બની છે તેને તેમણે સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ સરકારી યોજનાઓ હેઠળની અરજીઓનો ઝડપી નિકાલ કરવા અને લાભાર્થીઓનું મહત્તમ કવરેજ સુનિશ્ચિત કરવાની બેન્કર્સને તાકીદ કરતાં કહ્યું કે, KCCનો લાભ મેળવવાથી બાકી રહેલા ખેડૂતોને ત્વરાએ આવરી લઈને સેચ્યુરેશન એપ્રોચ સિદ્ધ થઈ શકશે.

રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઉદ્યોગ નીતિ-2026માં સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગ સાહસિકો, એસ.સી./એસ.ટી. ઉદ્યોગ સાહસિકો અને દિવ્યાંગજન તથા ફર્સ્ટ જનરેશનના ઉદ્યોગ સાહસિકોને સહાય પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ તેનો વિશેષ ઉલ્લેખ કરતા બેન્કર્સને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા ઉદ્યોગ સાહસિકોને સમયસર ક્રેડિટ લોન વગેરેમાં સહાયક બનવા અનુરોધ પણ કર્યો હતો.

મુખ્ય સચિવ એમ. કે. દાસે ગુજરાતના ડેવલપમેન્ટ ગ્રોથમાં સરકાર અને બેન્કર્સના સુમેળ ભર્યા સંબંધોને મહત્વના ગણાવ્યા હતા. રાજ્યના આર્થિક વૃદ્ધિ દર-ઇકોનોમીમાં જે ઉત્તરોત્તર વધારો થયો છે તેમાં પણ બેન્કર્સના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું.

તેમણે સાયબર ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ સામે બેન્કર્સને વધુ સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એટલું જ નહીં, નાના ગામડાઓમાં પણ બેન્કિંગ સેવાઓ સરળતાથી પહોંચાડવા બેંકની વધુ શાખાઓ ખોલવા મુખ્ય સચિવશ્રીએ સૂચન કર્યું હતું.

SLBCના કન્વીનર અને બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર રવીશ કુમારે સૌનું આ બેઠકમાં શાબ્દિક સ્વાગત કર્યું હતું.

નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, બેંક ઓફ બરોડાના એમ.ડી. અને સી.ઈ.ઓ. દેબદત્તા ચંદ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રિજનલ ડિરેક્ટર અમરીશ રંજન, ભારત સરકારના નાણામંત્રાલયના ડાયરેક્ટર શ્રીમતી સ્વાગત ભંડારી અને વિવિધ બેંકોના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande