નોલેજ રિસોર્સ સમિતિની બેઠક કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ, યુનિવર્સિટી લાઇબ્રેરીને આધુનિક બનાવવાના મહત્વના નિર્ણયો લેવાયા.
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ અને સ્ટેચ્યુટ હેઠળ નોલેજ રિસોર્સ સમિતિની બેઠક કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં લાઇબ્રેરીના વિકાસ, વાર્ષિક અહેવાલ અને સંશોધન પ્રવૃત્તિઓને આધુનિક બનાવવા મહત્વના નિર્ણયો લેવાયા હતા. લાઇબ્
નોલેજ રિસોર્સ સમિતિની બેઠક કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ, યુનિવર્સિટી લાઇબ્રેરીને આધુનિક બનાવવાના મહત્વના નિર્ણયો લેવાયા.


પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ અને સ્ટેચ્યુટ હેઠળ નોલેજ રિસોર્સ સમિતિની બેઠક કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં લાઇબ્રેરીના વિકાસ, વાર્ષિક અહેવાલ અને સંશોધન પ્રવૃત્તિઓને આધુનિક બનાવવા મહત્વના નિર્ણયો લેવાયા હતા.

લાઇબ્રેરી અધિકારી આર. પી. પટેલે જણાવ્યું કે પ્લેગિયરિઝમ અને શોધગંગા સંબંધિત કામગીરી સઘન બનાવાઈ છે. PhD સંશોધકોને પ્લેગિયરિઝમ રિપોર્ટ એ જ દિવસે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2013થી જુલાઈ 2026 સુધીમાં 1780 PhD થિસીસ શોધગંગા પોર્ટલ પર અપલોડ કરાયા છે.

‘વન નેશન વન સન્સ્ક્રિપ્શન’ હેઠળ 30થી વધુ પબ્લિશર્સના જર્નલ્સનો ઓનલાઈન એક્સેસ ઉપલબ્ધ કરાયો છે. વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ તેનો ઉપયોગ કરી શકે તે માટે વિશેષ સર્વર તૈયાર કરાયું છે. 870 લોકોને આઈડી-પાસવર્ડ અપાયા છે, જેનો છેલ્લા છ મહિનામાં 3670 વિદ્યાર્થીઓએ ઉપયોગ કર્યો છે.

યુનિવર્સિટી લાઇબ્રેરીને સંપૂર્ણ ઓટોમેટેડ બનાવવા RFID ટેકનોલોજી આધારિત ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરાયું છે. ગ્રંથાલયનો ઉપયોગ વધારવા દર અઠવાડિયે વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમો યોજવાનું પણ આયોજન કરાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande