પાટણ સેસન્સ કોર્ટે દેશ સામે સશસ્ત્ર બળવો અને વિસ્ફોટકો બનાવવાના આરોપસર જેલમાં રહેલા સિદ્ધપુરના ઈરફાનખાન પઠાણની જામીન અરજી ફગાવી.
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પાટણ સેસન્સ કોર્ટે દેશ સામે સશસ્ત્ર બળવો અને વિસ્ફોટકો બનાવવાના આરોપસર જેલમાં રહેલા સિદ્ધપુરના 22 વર્ષીય ઈરફાનખાન કાલેખાન પઠાણની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. સેસન્સ જજ પ્રશાંત એચ. શેઠે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈને આ હુકમ ક
પાટણ સેસન્સ કોર્ટે દેશ સામે સશસ્ત્ર બળવો અને વિસ્ફોટકો બનાવવાના આરોપસર જેલમાં રહેલા સિદ્ધપુરના ઈરફાનખાન પઠાણની જામીન અરજી ફગાવી.


પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પાટણ સેસન્સ કોર્ટે દેશ સામે સશસ્ત્ર બળવો અને વિસ્ફોટકો બનાવવાના આરોપસર જેલમાં રહેલા સિદ્ધપુરના 22 વર્ષીય ઈરફાનખાન કાલેખાન પઠાણની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. સેસન્સ જજ પ્રશાંત એચ. શેઠે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈને આ હુકમ કર્યો હતો.

અમદાવાદ ATSએ 18 એપ્રિલ 2026ના રોજ ઈરફાનખાનની ધરપકડ કરી હતી અને 30 એપ્રિલથી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેની સામે BNSની કલમ 61 અને 148 હેઠળ ગુનો નોંધાયો છે. આરોપી પાટણની સાયન્સ કોલેજમાંથી BSc અને મહેસાણાની સાયન્સ કોલેજમાંથી MSc કરી ચૂક્યો છે.

તપાસ મુજબ, આરોપી અને તેના સહ-આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં રહી દેશ સામે સશસ્ત્ર બળવો કરવાનું કાવતરું રચ્યું હોવાનો આરોપ છે. તેઓ હથિયારો એકત્ર કરવા તેમજ RDX સહિતના વિસ્ફોટકો અને રાસાયણિક હથિયારો બનાવવાની તૈયારીમાં સામેલ હોવાનો આરોપ છે. ઈન્સ્ટાગ્રામ પર ‘હિદાયત ઓલ મુસ્લિમ’ નામનું ગ્રુપ બનાવી ઉશ્કેરણીજનક મેસેજ અને વીડિયો મોકલ્યાનો પણ આરોપ છે.

સરકારી વકીલ શૈલેષભાઈ એચ. ઠક્કરે જામીનનો સખત વિરોધ કરી આરોપી છૂટે તો ફરાર થવાની અને ફરી દેશવિરોધી પ્રવૃત્તિ કરવાની શક્યતા વ્યક્ત કરી હતી. બચાવ પક્ષે તપાસ પૂર્ણ થઈ હોવા અને આરોપી ઉચ્ચ શિક્ષિત હોવાની દલીલ કરી જામીન માગ્યા હતા. જોકે, કોર્ટે ચાર્જશીટ રજૂ થઈ હોવા છતાં ગુનાની ગંભીરતા ઓછી થતી નથી તેમ જણાવી જામીન અરજી નામંજૂર કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande