



પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.)રાજ્યમાં આજથી શરૂ થયેલી ‘શક્તિદૂત 2.0’ યોજનાના રાજ્યવ્યાપી શુભારંભ પ્રસંગે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોરબંદરના સરદાર પટેલ રમત સંકુલ ખાતે
નવનિર્માણ પામનાર 200થી વધુ બેડની અત્યાધુનિક ‘સ્પોર્ટ્સ હોસ્ટેલ’નું વર્ચ્યુઅલ ભૂમિપૂજન
કરવામાં આવ્યું હતું.પોરબંદરના
ખેલાડીઓ માટે આ સ્પોર્ટ્સ હોસ્ટેલ એક મોટી ભેટરૂપ બની રહેશે.
નવનિર્માણ પામનાર આ
અત્યાધુનિક હોસ્ટેલના પરિણામે ભવિષ્યમાં પોરબંદરના ખેલાડીઓને રહેવા તેમજ રમતગમતની
તાલીમ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઘરઆંગણે જ ઉપલબ્ધ બનશે.
આ
વર્ચ્યુઅલ ભૂમિપૂજનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શ્રી હરિ મંદિર, પોરબંદર ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં
જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી,જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન
તિવારી,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોપાલ કોઠારી, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી,પોરબંદર શહેર ભાજપ પ્રમુખ લક્કીરાજ
વાળા, લીલાભાઈ પરમાર, કિરીટભાઈ સવજાણીસહિતના
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા રમત વિકાસ અધિકારી, પોરબંદર ડૉ. મનીષકુમાર જીલાડિયા ની
યાદી જણાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya