14 ઓગસ્ટે સુરતમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને તિરંગા રેલી યોજાશે
સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)-80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લામાં 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી તેમજ ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ તિરંગા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કામરેજની જે.બી. ડાયમંડ એન્ડ કાર્પ વિદ્યાસંકુલ
14 ઓગસ્ટે સુરતમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને તિરંગા રેલી યોજાશે


સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)-80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લામાં 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી તેમજ ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ તિરંગા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

કામરેજની જે.બી. ડાયમંડ એન્ડ કાર્પ વિદ્યાસંકુલ ખાતે 14 ઓગસ્ટે બપોરે 2:30 કલાકે જિલ્લા કક્ષાનો વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ યોજાશે. 1947માં દેશના ભાગલા દરમિયાન હિંસા અને નફરતના કારણે પીડા ભોગવનારા તથા ઘરબાર છોડીને વિસ્થાપિત થયેલા લાખો લોકોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

SVNITથી કારગીલ ચોક સુધી તિરંગા રેલી

દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ભારતીય ડાક વિભાગ, સુરત ડિવિઝન દ્વારા પણ 14 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે તિરંગા જાગૃતિ રેલી યોજાશે.

આ રેલી SVNIT કોલેજથી શરૂ થઈ કારગીલ ચોક સુધી પહોંચશે. રેલીમાં ડાક વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ તમામ શાખા ડાકઘરનો સ્ટાફ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપશે.

ડાક વિભાગ દ્વારા રાષ્ટ્રપ્રેમી નાગરિકોને પણ આ તિરંગા રેલીમાં જોડાઈ રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવવાની અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande