સિહોરમાં તિરંગા યાત્રા યોજાઈ, શહેર દેશભક્તિના રંગે રંગાયું
ભાવનગર,13 ઓગસ્ટ (હિ.સ.)સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુથી સિહોર નગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગાની આન, બાન અને શાન સાથે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ન
તિરંગા યાત્રા


ભાવનગર,13 ઓગસ્ટ (હિ.સ.)સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુથી સિહોર નગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગાની આન, બાન અને શાન સાથે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો અને અધિકારીઓ જોડાયા હતા.

હાથમાં રાષ્ટ્રધ્વજ અને હૈયામાં દેશપ્રેમની ભાવના સાથે લોકો યાત્રામાં જોડાતા સમગ્ર સિહોર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. વિવિધ માર્ગો પરથી પસાર થયેલી તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો માહોલ જોવા મળ્યો હતો. યાત્રામાં જોડાયેલા લોકોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

તિરંગા યાત્રામાં આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. નગરના વિવિધ વિસ્તારોમાંથી લોકો યાત્રામાં જોડાતા યાત્રાએ ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું. હાથમાં લહેરાતા રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના વાતાવરણથી શહેરમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ પ્રસર્યો હતો.

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે યોજાયેલી આ તિરંગા યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિહોરની જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને દેશ પ્રત્યેની પોતાની લાગણી અને તિરંગા પ્રત્યેનું ગૌરવ વ્યક્ત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ છવાયેલો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande