શાળાઓમાં કિચન ગાર્ડનને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા મધ્યાહન ભોજન સંચાલકો માટે તાલીમ યોજાઈ.
પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)સરસ્વતી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કિચન ગાર્ડનને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા મધ્યાહન ભોજન સંચાલકો માટે જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ અંગે તાલીમ યોજાઈ હતી. સરસ્વતી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાયેલી તાલીમમાં પ્રાકૃતિક રીતે જ
શાળાઓમાં કિચન ગાર્ડનને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા મધ્યાહન ભોજન સંચાલકો માટે તાલીમ યોજાઈ.


પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)સરસ્વતી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કિચન ગાર્ડનને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા મધ્યાહન ભોજન સંચાલકો માટે જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ અંગે તાલીમ યોજાઈ હતી. સરસ્વતી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાયેલી તાલીમમાં પ્રાકૃતિક રીતે જમીનની તૈયારી, શાકભાજીની પસંદગી, વાવેતર પદ્ધતિ, જૈવિક પોષણ અને પાકની માવજત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની રીત, તેનો યોગ્ય ઉપયોગ, માત્રા અને ફાયદા અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. શાળાના કિચન ગાર્ડન થકી વિદ્યાર્થીઓને તાજા અને પૌષ્ટિક શાકભાજી મળી રહે તેમજ બાળકોમાં પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ સંરક્ષણ અને પોષણ અંગે જાગૃતિ વધે તેવા પ્રયાસો અંગે પણ માર્ગદર્શન અપાયું હતું.

કાર્યક્રમમાં સરસ્વતીના મામલતદાર અને નાયબ મામલતદાર, બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી નરવીરકરણ એ. ગઢવી તથા આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર શ્રી રાકેશભાઈ એચ. બકરપરા ઉપસ્થિત રહ્યા હતા. મધ્યાહન ભોજન સંચાલકોને કિચન ગાર્ડનની નિયમિત જાળવણી અને પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તાલીમથી શાળાઓમાં કિચન ગાર્ડનના વિકાસને વેગ મળવાની સાથે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીનો પ્રત્યક્ષ અનુભવ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande