અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ દિવાલો બની આકર્ષણનું કેન્દ્ર
અમરેલી,13 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી શહેરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને શહેરને શણગારવામાં આવી રહ્યું છે. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ શહેરની વિવિધ દીવાલો પર અદભુત અને આકર્ષક પેઇન્ટિંગ કરવામાં આવતાં સમગ્ર શહેરનું રૂપ બદલાઈ ગયું છે. રંગબેરંગ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ દિવાલો બની આકર્ષણનું કેન્દ્ર


અમરેલી,13 ઓગસ્ટ (હિ.સ.)

અમરેલી શહેરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને શહેરને શણગારવામાં આવી રહ્યું છે. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ શહેરની વિવિધ દીવાલો પર અદભુત અને આકર્ષક પેઇન્ટિંગ કરવામાં આવતાં સમગ્ર શહેરનું રૂપ બદલાઈ ગયું છે. રંગબેરંગી ચિત્રો અને દેશભક્તિની ભાવના દર્શાવતી કલાત્મક કૃતિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

અમરેલી શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી યોજાવાની હોવાથી તંત્ર દ્વારા શહેરને સુંદર બનાવવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રસ્તાઓની આસપાસ આવેલી દીવાલો પર વિવિધ થીમ આધારિત પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. ક્યાંક દેશભક્તિ, રાષ્ટ્રધ્વજ અને મહાનુભાવોના સંદેશાઓ જોવા મળે છે તો ક્યાંક ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક વારસાની ઝલક રજૂ કરવામાં આવી છે.

દિવાલો પર કરવામાં આવેલી આ સુંદર ચિત્રકામથી શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો વધુ આકર્ષક બન્યા છે. પસાર થતા નાગરિકો અને મુલાકાતીઓ પણ આ પેઇન્ટિંગને નિહાળી રહ્યા છે અને તેની તસવીરો પોતાના મોબાઇલમાં કેદ કરી રહ્યા છે.

આ રંગીન અને સર્જનાત્મક પેઇન્ટિંગ માત્ર શહેરની સુંદરતામાં વધારો કરતું નથી, પરંતુ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં દેશભક્તિનો રંગ પણ ઉમેરે છે. અમરેલી શહેર જાણે તિરંગાના રંગો અને કલાત્મક સર્જનોથી સજ્જ થઈને ભવ્ય રાષ્ટ્રીય પર્વના સ્વાગત માટે તૈયાર થઈ ગયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande