
જુનાગઢ 13 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ શ્રાવણ માસ તથા સાતમ-આઠમના તહેવારો દરમિયાન યાત્રિકો અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ અને વેરાવળ ડેપોમાંથી સોમનાથ અને રાજકોટ રૂટ પર 8 થી 10 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
ઉપરાંત વિભાગ હેઠળ આવતા 9 ડેપો, જેવા કે પોરબંદર, કેશોદ, ધોરાજી, માંગરોળ સહિતના અન્ય સ્થળો પરથી પણ જરૂરિયાત મુજબ
1-2 વધારાની એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. યાત્રાધામ સોમનાથ, દ્વારકા તેમજ રાજકોટના સાતમ-આઠમના લોકમેળાને લીધે મુસાફરોનો ધસારો રહેવાની શક્યતા છે.
એસ.ટી. નિગમના વી.બી.ડાંગરે જણાવ્યું હતું કે, જો રજાઓ અને તહેવારના દિવસોમાં ટ્રાફિકનું પ્રમાણ વધશે, તો તેને ધ્યાને રાખીને તત્કાલ ધોરણે વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાની પણ તૈયારી રાખવામાં આવી છે.
આમ આગામી શ્રાવણ માસને અને સાતમ આઠમનાં તહેવારને લઈ એસટી તંત્ર દ્વારા એક્સટ્રા બસ દોડાવાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ