ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)પાટણ તાલુકાના કુણઘેર અને ચંદ્રુમાણા ગામમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક છાતીના એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કુણઘેર દ્વારા યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ ટીબીના દર્દીઓને વહેલી ત
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)પાટણ તાલુકાના કુણઘેર અને ચંદ્રુમાણા ગામમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક છાતીના એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કુણઘેર દ્વારા યોજાયેલા આ કેમ્પનો મુખ્ય હેતુ ટીબીના દર્દીઓને વહેલી તકે ઓળખી સારવાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ ગ્રામજનોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

કેમ્પ દરમિયાન બંને ગામના કુલ 102 લોકોના છાતીના એક્સ-રે કરવામાં આવ્યા હતા. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત લોકોને ટીબીના લક્ષણો, નિદાન અને સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગામને ટીબી મુક્ત બનાવવા માટે રાખવાની સાવચેતી અને જરૂરી પગલાં અંગે પણ સમજ આપવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર, એસટીએસ હિતેશભાઈ સહિતના આરોગ્ય સ્ટાફે સેવા આપી હતી. આરોગ્ય ટીમે લોકોને ટીબીના લક્ષણો જણાય તો સમયસર તપાસ કરાવી યોગ્ય સારવાર લેવાની અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande