એએમસી ફૂડ વિભાગે અમદાવાદની બે જાણીતી બેકરી સીલ કરી
અમદાવાદ,14 ઓગસ્ટ (હિ.સ.) છેલ્લા કેટલાક સમયથી એએમસીના ફૂડ વિભાગે બેકરી પ્રોડક્ટ્સ બનાવતા એકમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય તે માટે તપાસ હાથ ધરવામાં આવી
AMC Food Department seals two well-known bakeries in Ahmedabad


અમદાવાદ,14 ઓગસ્ટ (હિ.સ.) છેલ્લા કેટલાક સમયથી એએમસીના ફૂડ વિભાગે બેકરી પ્રોડક્ટ્સ બનાવતા એકમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય તે માટે તપાસ હાથ ધરવામાં આવી રહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરની બે જાણીતી બેકરીમાં તપાસ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા કાર્યવાહી કરી છે.

લાંભા-નારોલની મુસ્કાન બેકરી અને બહેરામપુરાની પ્રિન્સ બેકરીને સીલ કરવામાં આવી છે. ફૂડ વિભાગની તપાસ દરમિયાન બંને બેકરીમાં સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું.

નારોલની મુસ્કાન બેકરી પાસે જરૂરી લાઇસન્સ ન હોવાનું તેમજ બેકરી પ્રોડક્ટ્સ ગંદા વાતાવરણમાં તૈયાર કરવામાં આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જ્યારે બહેરામપુરાની પ્રિન્સ બેકરીમાં મેંદાના લોટમાં જીવાત જોવા મળતાં તંત્રએ કડક કાર્યવાહી કરી હતી.

ફૂડ વિભાગની ટીમે નારોલ વિસ્તારમાં વિલ્સમ હોટલ પાછળ ગોલ્ડન પાર્કમાં આવેલી મુસ્કાન બેકરીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેકરી પાસે જરૂરી લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના નિયમોનું પાલન થતું ન હોવાનું અને બેકરી પ્રોડક્ટ્સ અનહાઇજેનિક સ્થિતિમાં બનાવવામાં આવતા હોવાનું અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું. બેકરી પાસે પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું હતું.

બહેરામપુરા વિસ્તારમાં છીપા સોસાયટી પાછળ સિમેન્ટ ગોડાઉનની ગલીમાં આવેલી પ્રિન્સ બેકરીમાં પણ ફૂડ વિભાગની ટીમે તપાસ કરી હતી. અહીં પણ બેકરી પ્રોડક્ટ્સ બનાવતી વખતે સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન મેંદાના લોટમાં જીવાત જોવા મળતાં ફૂડ વિભાગે ગંભીર બેદરકારીની નોંધ લીધી હતી.

તપાસમાં સામે આવેલી અનહાઇજેનિક સ્થિતિ અને નિયમોના ભંગને પગલે એએમસીના ફૂડ વિભાગે મુસ્કાન બેકરી અને પ્રિન્સ બેકરી બંનેને સીલ કરી દીધી છે. ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં આવેલી બેકરીઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને બ્રેડ, બન, બિસ્કિટ સહિતની બેકરી પ્રોડક્ટ્સ બનાવતા એકમોમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande