અમરેલીને હરિયાળું બનાવવાનો સંકલ્પ: વરસડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ
અમરેલી, 14 ઓગસ્ટ (હિ.સ.) : અમરેલીના વરસડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જિલ્લાને વધુ હરિયાળો, સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવાના સંકલ્પ સાથે જિલ્લામાં ચાલી રહેલા વ્યાપક વૃક્ષારોપણ અભિયાનને આ કા
અમરેલીને હરિયાળું બનાવવાનો સંકલ્પ: વરસડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ


અમરેલી, 14 ઓગસ્ટ (હિ.સ.) : અમરેલીના વરસડા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જિલ્લાને વધુ હરિયાળો, સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવાના સંકલ્પ સાથે જિલ્લામાં ચાલી રહેલા વ્યાપક વૃક્ષારોપણ અભિયાનને આ કાર્યક્રમથી વધુ વેગ મળ્યો છે. વૃક્ષારોપણ દરમિયાન મુખ્યમંત્રીએ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. વૃક્ષોનું જતન અને સંવર્ધન માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ ભાવિ પેઢીના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે પણ અત્યંત જરૂરી છે.

કાર્યક્રમમાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર અભિવાદન કરી સ્વાગત કર્યું હતું. વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવા સૌએ સાથે મળીને વૃક્ષોના જતન અને સંવર્ધનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

અમરેલી જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને હરિયાળીનું પ્રમાણ વધે તે માટે વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વરસડામાં યોજાયેલો આ કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. સ્વચ્છ, સુંદર અને હરિયાળું અમરેલી બનાવવાની દિશામાં આ અભિયાન મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande