જેસરમાં દર અમાસે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ, 163 કેમ્પમાં હજારો દર્દીઓને લાભ
ભાવનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના જેસર શહેરમાં માનવસેવા અને પરોપકારનું અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. અહીં દર અમાસના દિવસે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેમ્
આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો


ભાવનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના જેસર શહેરમાં માનવસેવા અને પરોપકારનું અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. અહીં દર અમાસના દિવસે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેમ્પમાં દર્દીઓની આંખોની તપાસ, સારવાર તેમજ જરૂરિયાત મુજબ ઓપરેશન માટેની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ સેવાકીય પ્રવૃત્તિ પાછળ જેસરના લુહાર કામ સાથે સંકળાયેલા હકુભાઈ મિસ્ત્રીનો મહત્વનો ફાળો છે. હકુભાઈ અગાઉ અન્ય સ્થળોએ યોજાતા નેત્ર નિદાન કેમ્પોમાં સેવા આપવા જતા હતા. ત્યાં દર્દીઓની આંખોની સારવાર અને ઓપરેશન બાદ તેમના જીવનમાં આવતા સકારાત્મક પરિવર્તનથી પ્રેરાઈ તેમણે પોતાના શહેરમાં પણ આવી સેવા શરૂ કરવાનો સંકલ્પ કર્યો હતો.

આ સંકલ્પને સાકાર કરતાં જેસરમાં અત્યાર સુધીમાં 163 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ચૂક્યા છે. દરેક કેમ્પમાં આસપાસના ગામો અને વિસ્તારોમાંથી સરેરાશ 100થી 120 જેટલા દર્દીઓ આંખોની તપાસ કરાવવા આવે છે. જેમાંથી જરૂરિયાત જણાય તેવા આશરે 25થી 30 દર્દીઓને વધુ સારવાર અને ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવે છે. દર્દીઓને બસ મારફતે હોસ્પિટલ લઈ જવાની તથા સારવાર બાદ પરત લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

કેમ્પમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. હકુભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે દર અમાસે આ સેવા નિયમિત ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે.

કેમ્પમાં આવેલા કનુભાઈ પરમારે જણાવ્યું કે આંખની તકલીફ હોવાથી નિઃશુલ્ક તપાસની જાણ થતાં તેઓ કેમ્પમાં આવ્યા હતા અને અહીં સારી વ્યવસ્થા મળી હોવાનું જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande