
ગીર સોમનાથ, 14 ઓગસ્ટ (હિ.સ.) : અપ્રતિમ સાહસ અને બલિદાનથી ભારતને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાના ઉદ્દેશથી સી.પી.ચોક્સી આર્ટ્સ અને પી.એલ.ચોક્સી કોમર્સ કોલેજ દ્વારા વેરાવળ ખાતે તિરંગા રેલી યોજાઈ હતી.
વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશના અમર શહીદો પ્રત્યે આદરની ભાવના વધુ પ્રબળ બનાવવાના હેતુસર યોજાયેલી આ રેલી રાજેન્દ્રભુવન રોડ પરથી થઈ અને ટાવર સુધી યોજાઈ હતી.
આચાર્ય જીગરભાઈ રાવલે જણાવ્યું હતું કે, 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ શૈક્ષણિક સંસ્થાનોમાં વિવિધ પ્રવૃત્તિઓ અને આયોજનો હાથ ધરવામાં આવ્યાં છે. જે અંતર્ગત તિરંગા રેલી યોજવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રેમને સર્જનાત્મક અભિવ્યક્તિ મળે તે માટે શાળા-કોલેજોમાં વંદે માતરમ, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એક્તા અને સ્વાતંત્ર્ય સંગ્રામ આધારીત વકતૃત્વ, ચિત્ર તથા રંગોળી સ્પર્ધાઓ યોજાઈ રહી છે. તેમણે વિદ્યાર્થીઓ અને નાગરિકોને સેલ્ફી વિથ તિરંગા ડિજિટલ અભિયાનમાં પણ પોતાની ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ