ઘરના ધાબા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી નાગરિકોએ તિરંગા બાઈક રેલીનો ઉત્સાહ વધાર્યો
ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) ૧૫મી ઓગસ્ટને લઈને સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયેલો છે. આ માહોલ વચ્ચે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા બાઈક રેલી જે પણ માર્ગ પરથી પસાર થઈ ત્યાં નાગરિકોએ તેમન
ઘરના ધાબા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી નાગરિકોએ


ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) ૧૫મી ઓગસ્ટને લઈને સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયેલો છે. આ માહોલ વચ્ચે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા બાઈક રેલી જે પણ માર્ગ પરથી પસાર થઈ ત્યાં નાગરિકોએ તેમનું હાથ હલાવી તેમજ પુષ્પવૃષ્ટિ દ્વારા અભિવાદન કર્યું હતું.

આ રેલી જ્યારે સોમનાથ-બાયપાસ રોડ પરથી પસાર થઈ ત્યારે રોડની નજીક આવેલી સોસાયટીના ધાબા પરથી અમુક નાગરિકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી બાઈક રેલીનો ઉત્સાહ વધાર્યો હતો. તો અમુક નાગરિકોએ ધાબા પરથી બાઈક પર પસાર થતાં પોલીસ અને નાગરિકોના સૂરમાં સૂર પૂરાવી ‘ભારત માતા કી જય...’, ‘વંદે માતરમ્’ ના નારા લગાવ્યા હતાં.

જિલ્લામાં છેલ્લા બે દિવસથી આયોજીત રાષ્ટ્ર પ્રત્યેના સન્માન વ્યકત કરવા આયોજીત થયેલી રેલીના કારણે સમગ્ર વેરાવળ શહેરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande