સોમનાથ - પ્રભાસ - પાટણ ખાતે નાના કોળીવાળા સમાજ દ્વારા આયોજિત રોગ નિવારક થેરેપી કેમ્પ
સોમનાથ,14 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ પ્રભાસ - પાટણ ખાતે નાના કોળીવાળા સમાજ દ્વારા નાના કોળીવાળાના પ્રમુખ પ્રવીણ ચુડાસમા દ્વારા રોગ નિવારણ નવ દિવસનો કેમ્પનો આજથી પ્રારંભ થયો જે 14 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ સુધી સવારથી સાંજ સુધી ચાલશે વેરાવળ થી આ અંગે ખાસ તાલીમ
સોમનાથ - પ્રભાસ - પાટણ ખાતે નાના કોળીવાળા સમાજ દ્વારા આયોજિત


સોમનાથ,14 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ પ્રભાસ - પાટણ ખાતે નાના કોળીવાળા સમાજ દ્વારા નાના કોળીવાળાના પ્રમુખ પ્રવીણ ચુડાસમા દ્વારા રોગ નિવારણ નવ દિવસનો કેમ્પનો આજથી પ્રારંભ થયો જે 14 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ સુધી સવારથી સાંજ સુધી ચાલશે વેરાવળ થી આ અંગે ખાસ તાલીમ પામેલ ચાર બહેનો શિવાંગીબેન, રાધિકાબેન, મીનાક્ષીબેન, અને જયાબેન આ અંગે સેવાઓ આપી રહ્યા છે આ કેમ્પમાં દર્દ પીડાશામક કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે અને જે અંગે કોઈ ચાર્જ નથી અને વિનામૂલ્યે આ કેમ્પમાં સેવાઓ આપવામાં આવે છે

સંસ્થાના શિવાંગી બહેનના જણાવ્યા મુજબ કોમ્પેનીયો સેન્ટર - વેરાવળ સંસ્થા જે છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે તે આ કેમ્પમાં સેવાઓ આપે છે અને તેઓના જણાવ્યા મુજબ આ કોમ્પેનીઓ થેરેપી થી ૧૨૦ જેટલી બીમારીઓમાં રાહત અને ફાયદો આપે છે જેવી કે ગોઠવણ દુખાવો,કમર દુખાવો,હાથ પગ દુખાવો, ડાયાબિટીસ,બી.પી, કોલસ્ટોલ, થાઇરોડ, પેરાલીસીસનો સમાવેશ થાય છે

આ થેરેપી થી પ્રભાસ - પાટણ ના કેમ્પમાં મશીનો સાથે દર્દીઓને થેરેપી આપવામાં આવે છે આજના આ કેમ્પનું ઉદઘાટન નાના કોળીવાળાના પ્રમુખ પ્રવીણ ચુડાસમા એ કર્યું હતું અને તે પ્રસંગે કેતન પરમાર. વજુ ગઢીયા. જગદીશ વાજા. રામ સોલંકી. દિનેશવાજા. ઉકા ગઢીયા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande