
સોમનાથ,14 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ આજરોજ સુત્રાપાડા તાલુકાના નવાગામ પ્રાથમિક શાળા માં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગાયાત્રા માત્ર એક પદયાત્રા પૂરતી સીમિત ન રહેતા સાંસ્કૃતિક ઉજવણીનું કેન્દ્ર બની હતી
. આ યાત્રા દરમિયાન દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ સુંદર કલાકૃતિઓ તથા ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી,જેમાં ગામના સરપંચ અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપ બામણીયા માજી સરપંચ નાથાભાઈ બામણીયા એસએમસી અધ્યક્ષ અશોક બામણીયા શાળાના આચાર્ય અરશી વાળા તલાટી મંત્રી જયશ્રીબેન એસએમસી નવાગામના તમામ સભ્યો ગામના આગેવાનો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આખા ગામમાં વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી બાળકો અને ગામના લોકોમાં ખૂબ જ ખુશીની લાગણી જોવા મળી હતી વંદે માતરમ્ ભારત માતાકી જય ના નારા ગુંજી ઉઠ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ