
સોમનાથ,14 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ સુભાષરોડ પર આખલા યુધ્ધખેલાયું હતું. જિલ્લાના વેરાવળ શહેરમાં ધમધમતા સુભાષ રોડમાં સાંજ ટાણે જ જેમ જેમ ત્યોહારો નજીક આવતા હોય ત્યારે શહેરમાં ખરીદીનો માહોલ પણ જોવા મળી રહ્યો હોયઘરાકી હતી ત્યારે જ બે આખલા યુદ્ધે ચડતા આખી બજાર અફડા તફડી
જોવા મળી રહી હતી અને લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી
વેપારીઓનો વેપાર એક કલાક સુધી ઠપ્પ થઈ ગયો હતો. એક કલાક સુધીના આખલા યુદ્ધમાં વેપારીઓએ માલ સામાન દુકાનની અંદર સમેટી લેવા અને દુકાનો વધાવી લેવાની નોબત આવી હતી અને આખો સુભાષ રોડ ખાલી થઈ ગયો હતો. આ આખલાઓ ને ડબ્બે પૂરવાની ખાસ જરૂર છે. જો આ રખડતા પશુઓને તંત્ર દ્વારા કાંઈ નિર્ણય ન કરે તો મોટી જાનહાની થવાની સંભાવના રહેશે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ