ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા 45 કિ.મી.ની ભવ્ય ‘તિરંગા બાઈક રેલી’ યોજાઈ
ગીર સોમનાથ, 14 ઓગસ્ટ (હિ.સ.) : સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને વિવિધ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની સ્વતંત્રતા અને મુક્તિની આ ઉજવણીની અભિવ્યક્તિ કરતા ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા એક ભવ્ય ‘તિરંગા બાઈક રેલી’નું આયોજન કરવામાં આ
સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ૪૫ કિ.મી.ની ભવ્ય ‘


ગીર સોમનાથ, 14 ઓગસ્ટ (હિ.સ.) : સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને વિવિધ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની સ્વતંત્રતા અને મુક્તિની આ ઉજવણીની અભિવ્યક્તિ કરતા ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા એક ભવ્ય ‘તિરંગા બાઈક રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બાઈક રેલીનું પ્રસ્થાન સોમનાથ મંદિરના પ્રાંગણ ખાતેથી રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરાવ્યું હતું.

‘હર ઘર તિરંગા’ અંતર્ગત દેશભક્તિસભર માહોલ વચ્ચે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર પરિસરમાંથી શરુ થયેલી આ બાઈક રેલી સફારી સર્કલ, નમસ્તે હોટલ, સુપાસી, ડારી, વેરાવળ શહેર વિસ્તારમાં ફરી આશરે ૪૫ કિલોમીટર જેટલું અંતર કાપી અને પરત સોમનાથ મંદિરના પ્રાંગણમાં પરત ફરી હતી.

આ તકે, રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘ સ્વતંત્રતા પર્વ નિમિત્તે સમગ્ર રાજ્યમાં હર્ષ અને ઉલ્લાસપૂર્વક ‘હર ઘર તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ૪૫ કિ.મીના રૂટ પર ભવ્ય ‘તિરંગા બાઈક રેલી’ આયોજીત કરાઈ છે. આ બાઈક રેલીનો હેતુ સ્વતંત્રતા સાથે સુરક્ષાનો સંદેશો નાગરિકો વચ્ચે લઈ જવાનો છે.

આ બાઈક રેલીમાં ૫૦૦ થી વધુ બાઈક પર પોલીસ અને નગરજનો જોડાયા હતાં. પોલીસ દ્વારા પોતાના અનુશાસનનો પરિચય કરાવતા વ્હાઈટ ટી-શર્ટ અને બ્લૂ જીન્સના ડ્રેસકોડ તેમજ હેલ્મેટ સાથે સૌ આ રેલીમાં જોડાયા હતાં.

રેન્જ આઈ.જી અને જિલ્લા પોલીસવડાએ બુલેટ પર સવારી કરી આ રેલીનું નેતૃત્વ કર્યું હતું. પોલીસ અને નાગરિકો સુરક્ષાના સંદેશા સાથે હેલ્મેટ પહેરી સહભાગી થયા હતાં.

આ રેલીની આગળ 'વંદે માતરમ્....','ઐસા દેશ હૈ મેરા....','એ વતન...એ વતન...આબાદ રહૈ તું...' જેવા દેશભક્તિસભર ગીતો ડી.જે. સાઉન્ડ પર વગાડવામાં આવ્યાં હતાં. જેનાથી બાઈક સવારો સાથે મંદિર પરિસરમાં પધારેલા ભાવિક ભક્તોમાં પણ દેશભક્તિનો આગવો ઉત્સાહ જોઈ શકાતો હતો.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલી આ ‘તિરંગા બાઈક રેલી’નો ઉદ્દેશ્ય 'હર ઘર તિરંગા' અભિયાનમાં જનભાગીદારી વધારવાનો અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધુ બળવત્તર બનાવવાનો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande