પાટણમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના નારાથી ગુંજ્યું શહેર
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.) : 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. એમ.એન. હાઈસ્કૂલથી ભારત માતા રથ સાથે શરૂ થયેલી યાત્રામાં મોટ
પાટણમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના નારાથી ગુંજ્યું શહેર

પાટણમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના નારાથી ગુંજ્યું શહેર

પાટણમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના નારાથી ગુંજ્યું શહેર

પાટણમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના નારાથી ગુંજ્યું શહેર

પાટણમાં ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિના નારાથી ગુંજ્યું શહેર

પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.) : 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. એમ.એન. હાઈસ્કૂલથી ભારત માતા રથ સાથે શરૂ થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ અને વિવિધ સંસ્થાઓના સભ્યો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા.

યાત્રા રંગીલા હનુમાન, રતનપોળ, ત્રણદરવાજા, હિંગળાચાચર, ચતુર્ભુજબાગ, બગવાડા દરવાજા અને સુભાષ ચોક થઈ પ્રગતિ મેદાન ખાતે પહોંચી હતી. સમગ્ર માર્ગ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. ડીજે પર દેશભક્તિના ગીતો પણ ગુંજ્યા હતા. યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

તિરંગા યાત્રામાં જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ભરત ડાભી, સિદ્ધપુર ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, રાધનપુર ધારાસભ્ય લવીંગજી ઠાકોર, પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, કલેક્ટર પ્રશાંત જીલોવા, એસપી વી.કે. નાયી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા તથા શહેર ભાજપના આગેવાનો, પોલીસ સ્ટાફ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાતા પાટણ શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande