SGFI વુશુ સ્પર્ધામાં લોકશાળા મણારના ખેલાડીઓની શાનદાર સિદ્ધિ
ભાવનગર, 14 ઓગસ્ટ (હિ.સ.)SGFI સ્કૂલ ગેમ્સ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વુશુ સ્પર્ધામાં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તેમજ ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં લોકશાળા મણારના ખેલાડીઓએ શાનદાર રમતકૌશ
મેડલ મેળવનાર વિધાર્થીઓ


ભાવનગર, 14 ઓગસ્ટ (હિ.સ.)SGFI સ્કૂલ ગેમ્સ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વુશુ સ્પર્ધામાં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તેમજ ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં લોકશાળા મણારના ખેલાડીઓએ શાનદાર રમતકૌશલ્ય દર્શાવી કુલ 11 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે.

ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં આત્મવિશ્વાસ અને શિસ્તબદ્ધ રમતનું પ્રદર્શન કરી પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપી હતી. તેમની મહેનત અને સતત તાલીમના પરિણામે ટીમે જિલ્લા કક્ષાએ નોંધપાત્ર સફળતા મેળવી છે. આ સિદ્ધિને પગલે શાળા પરિવાર અને રમતપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

લોકશાળા મણારના ખેલાડીઓને આ સફળતા મેળવવામાં ટીમ કોચ સુનીલભાઈ ખાવડુ અને ભાવેશભાઈ જાંબુચા તેમજ શાળાના માર્ગદર્શક આચાર્યનું મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું હતું. કોચ અને માર્ગદર્શકો દ્વારા ખેલાડીઓને નિયમિત તાલીમ, રમતની ટેકનિક અને સ્પર્ધાત્મક તૈયારી કરાવવામાં આવી હતી. જેના પરિણામે ખેલાડીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સફળતા મેળવી છે.

જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા આ ખેલાડીઓ હવે આગામી રાજ્ય કક્ષાની વુશુ સ્પર્ધામાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્ય કક્ષાએ પણ ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લાનું નામ વધુ ઉજ્જવળ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

આ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી, આચાર્ય શિક્ષકગણ અને સમગ્ર શાળા પરિવારે તમામ વિજેતા ખેલાડીઓ તથા કોચને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande