સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ
સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.) : સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કલેકટરએ પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ થતા પ્રશ્નોને ગંભીરતાપુર્વક લઈને તેના નિકાલ માટેની કામગીરી કરવા સૌ અધિકારીઓને તાકી
Surat


સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.) : સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કલેકટરએ પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ થતા પ્રશ્નોને ગંભીરતાપુર્વક લઈને તેના નિકાલ માટેની કામગીરી કરવા સૌ અધિકારીઓને તાકીદ કરી હતી.

ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ અમરોલીથી નેશનલ હાઇવે-8 તરફ જતા અંજની ઈન્ડસ્ટ્રીઝ પાસે બનેલો ROB બ્રિજ ખરાબ પરીસ્થિતિમાં છે જેથી સત્વરે કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. જે સંદર્ભે કલેકટરએ પાલિકાના અધિકારીઓને એમ પેનલ દ્વારા ઈન્સ્પેકશન કરાવવાની સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે રાજ હોટલથી રંગોલી ચોકડી સુધીના નવા બનાવેલા રસ્તા પર મોટા ખાડા પડી ગયેલા હોય ખાડાઓને તાત્કાલિક રિપેરીંગ કરવાની રજૂઆત સંદર્ભે કલેકટરએ જવાબદાર એજન્સીને નોટીસ આપવા માર્ગ અને મકાન વિભાગને આદેશ કર્યો હતો. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ એજન્સી દ્વારા હાલ રીપેરીંગ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

વધુમાં મોરડીયાએ કહ્યું કે, કતારગામ વિસ્તારમાં સસ્તા અનાજના કેટલાક દુકાનદારો દ્વારા ઓછું અનાજ આપવામાં આવે છે તથા દુકાન બહાર બોર્ડ લગાવવામાં આવતા નથી. આવા દુકાનદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. જે સંદર્ભે કલેકટરએ જિલ્લા પુરવઠા અધિકારીને સત્વરે તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની સુચના આપી હતી.

ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરતા કહ્યું કે, ધારાસભ્યની ગ્રાંટમાંથી બનાવવામાં આવેલા જળસંચયના સ્ટ્રકચરોમાં પાણીનો જમીનમાં સંગ્રહ થવાનો ઉદ્દેશ પુર્ણ થતો નથી જેથી થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરીને તપાસ કરવાની રજૂઆત કરી હતી. ધારાસભ્ય મનુભાઈ પટેલે પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી ઝડપી કરવાની રજૂઆત કરી હતી.

જિલ્લા સંકલનની ભાગ-૨ની બેઠકમાં નાગરિક અધિકારપત્રના પેન્ડીંગ પ્રશ્નો, બાકી પેન્શન કેસો, એ.જી.ના પારાઓ બાબતે જે તે વિભાગોને ઝડપી નિકાલ કરવાની સુચના આપવામાં આવી હતી.

બેઠકમાં સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય મુકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, સંયુકત માહિતી નિયામક અરવિંદ મંછાર, પ્રાંત અધિકારીઓ તથા જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande