અમરેલીમાં 13 હજારથી વધુ વૃક્ષોના વાવેતરનું ખાતમુહૂર્ત
અમરેલી,, 14 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત શહેરના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને વેગ આપતી મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો. અમરેલી નગરપાલિકા દ્વારા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) અંતર્ગત રૂ. ૪૦
અમરેલીમાં 13 હજારથી વધુ વૃક્ષોના વાવેતરનું ખાતમુહૂર્ત


અમરેલી,, 14 ઓગસ્ટ (હિ.સ.)

અમરેલી ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત શહેરના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને વેગ આપતી મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો. અમરેલી નગરપાલિકા દ્વારા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) અંતર્ગત રૂ. ૪૦૦ લાખના ખર્ચે અમરેલી શહેરમાં ૧૩,૦૦૦થી વધુ વૃક્ષોના વાવેતર માટેના કામનું ખાતમુહૂર્ત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ મહત્વાકાંક્ષી વૃક્ષારોપણ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ અમરેલી શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવાનો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર હોવાથી આગામી સમયમાં શહેરની હરિયાળી વધવાની સાથે પર્યાવરણની ગુણવત્તામાં પણ સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન શરૂ થયેલી આ પહેલને અમરેલીના વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણને જોડતી મહત્વપૂર્ણ કામગીરી તરીકે જોવામાં આવી રહી છે. વૃક્ષોનું જતન અને સંવર્ધન થાય તે માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી અપેક્ષા છે.

આ અભિયાન થકી અમરેલી શહેરને હરિયાળું બનાવવાની સાથે નાગરિકોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande