જૂનાગઢમાં હર ઘર તિરંગા યાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું
જુનાગઢ, 14 ઓગસ્ટ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આયોજિત રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અન્વયે હર ઘર તિરંગા યાત્રા ૨૦૨૬નું ભવ્યાતિભવ્ય આયોજન શહેરના હાર્દ સમાન નરસિંહમહેતા સરોવર ખાતે થી કરવામાં આવ્યું હત
જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરથી


જુનાગઢ, 14 ઓગસ્ટ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા આયોજિત રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અન્વયે હર ઘર તિરંગા યાત્રા ૨૦૨૬નું ભવ્યાતિભવ્ય આયોજન શહેરના હાર્દ સમાન નરસિંહમહેતા સરોવર ખાતે થી કરવામાં આવ્યું હતું.

વંદે માતરમની ભાવનાને સમર્પિત અને ભારતના મહાન આઝાદી ચળવળના સેનાનીઓના શૌર્ય અને બલિદાનને બિરદાવવાના આ રાષ્ટ્રીય અભિયાન અન્વયે હર ઘર તિરંગા યાત્રા અને તિરંગા યાત્રા નરસિંહ મહેતા સરોવર ખાતેથી શરૂ કરીને આઝાદ ચોક, રાણાવાવ ચોક, ડો. આંબેડકર ચોક, કાળવા ચોક, જીમખાના સરદાર ચોક સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જૂનાગઢના અબાલવૃદ્ધ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત દેશભક્તિ ગીતોથી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળાઓએ દેશ રંગીલા ગીત ઉપર સુંદર નૃત્ય રજૂ કર્યું હતું. હર ઘર તિરંગા અભિયાન અન્વયે હોમગાર્ડઝ, એનએસએસ, એનએનસી, વન વિભાગ, પોલીસ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, જૂનાગઢ મહાનગરપાલિકાના કર્મચારીઓ, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારી ગણ અને કર્મચારીઓ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સભ્ય બહેનો, વિવિધ પદાધિકારીઓ સહિતના નાગરિકોએ ભવ્ય ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. તેમજ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરદાર ચોક જીમખાના ખાતે વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ ત્રિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાનાણી, મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા,પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા, જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ઇંદ્રજીતસિંહ વાળા, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, અધિક નિવાસી કલેકટર બી.એસ.બારડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande