
જુનાગઢ,14 ઓગસ્ટ (હિ.સ.) ‘’હર ઘર તિરંગા યાત્રા’’ જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે હર ઘર તિરંગા યાત્રા નોકાર્યક્રમ યોજાયો. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમના રંગે રંગાયેલી આ તિરંગા યાત્રામાં બોહોળી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.અને ભારત માતા ના નારા વચ્ચે વાતાવરણ ઉજી ઉઠ્યું હતું.
સમગ્ર જૂનાગઢ જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માણાવદર તાલુકામાં સ્થિત જે.એમ.પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ અંતર્ગત રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં એન.સી.સી. કેડેટસ, વિદ્યાર્થીઓ, સંસ્થાના સ્ટાફ મિત્રો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ