મુંદ્રામાં 15 ઓગસ્ટની ઉજવણીનો રંગ જમાવવાની તૈયારી પૂર્ણ, ફૂલ ડ્રેસ રિહર્સલમાં દેશભક્તિનો માહોલ
કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આ વર્ષે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મુંદ્રા ખાતે થવાની છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્ય કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે મુંદ્રા ખાતે જિલ્લા
મુંદ્રામાં ૧૫ ઓગસ્ટની ઉજવણીનો ફૂલ ડ્રેસ રિહર્સલ


મુંદ્રામાં ૧૫ ઓગસ્ટની ઉજવણીનો ફૂલ ડ્રેસ રિહર્સલ


મુંદ્રામાં ૧૫ ઓગસ્ટની ઉજવણીનો ફૂલ ડ્રેસ રિહર્સલ


મુંદ્રામાં ૧૫ ઓગસ્ટની ઉજવણીનો ફૂલ ડ્રેસ રિહર્સલ


મુંદ્રામાં ૧૫ ઓગસ્ટની ઉજવણીનો ફૂલ ડ્રેસ રિહર્સલ


કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આ વર્ષે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મુંદ્રા ખાતે થવાની છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્ય કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે મુંદ્રા ખાતે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન સ્વાતંત્ર્ય પર્વના દિવસે યોજાનારા વિવિધ કાર્યક્રમોનું સંપૂર્ણ પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રગીતની ધૂન સાથે સલામી અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ શિસ્તબદ્ધ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડ દરમિયાન પોલીસ જવાનોની કવાયત અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે મુંદ્રાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારી દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કૃતિઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની રજૂઆતમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે ૧૫મી ઓગસ્ટના મુખ્ય સમારોહ દરમિયાન કચ્છ જિલ્લામાં ઉત્કૃષ્ટ અને લોકહિતલક્ષી કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મુંદ્રા તાલુકા પંચાયત અને મુંદ્રા નગરપાલિકાને વિવિધ વિકાસલક્ષી કામગીરી માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટના ચેક પણ અર્પણ કરવામાં આવશે. તેમણે કચ્છ જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વના જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રપર્વની ઉજવણીમાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ આપ્યું હતું.

ફૂલ ડ્રેસ રિહર્સલ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નાયબ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદ, અધિક નિવાસી કલેક્ટર પાર્થ કોટડિયા અને મુંદ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આયોજન અધિકારી જેસિંહ રાવલ, જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર, મુંદ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવ વ્યાસ, મામલતદાર કલ્પનાબેન ગોંદિયા, તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ જવાનો અને સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં સમગ્ર રિહર્સલ ઉત્સાહભેર પૂર્ણ થયું હતું. હવે ૧૫મી ઓગસ્ટના ભવ્ય જિલ્લા કક્ષાના સમારોહ માટે મુંદ્રા સજ્જ બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande