શહીદવીર ચિરાગ ચૌહાણના પરિવારજનોની શુભેચ્છા મુલાકાત લેતા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.) : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સિદ્ધપુરના શહીદવીર ચિરાગ એમ. ચૌહાણના પરિવારજનોની ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને ભાજપના અગ્રણીઓએ શુભેચ્છા મુલાકાત લઈ તેમની સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે તા. ૨૩ મે ૨૦૦૮ના રોજ જમ્મુ-કાશ્મી
શહીદવીર ચિરાગ ચૌહાણના પરિવારજનોની શુભેચ્છા મુલાકાત લેતા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત


પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.) : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સિદ્ધપુરના શહીદવીર ચિરાગ એમ. ચૌહાણના પરિવારજનોની ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને ભાજપના અગ્રણીઓએ શુભેચ્છા મુલાકાત લઈ તેમની સાથે ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે તા. ૨૩ મે ૨૦૦૮ના રોજ જમ્મુ-કાશ્મીરના લોઅર મુંડા ખાતે દેશની સુરક્ષા માટે ચિરાગભાઈએ શહાદત વ્હોરી સર્વોચ્ય બલિદાન આપ્યું હતું જે સિદ્ધપુર સહિત સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની બાબત છે. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે તેમના પરિવારજનોને તિરંગો અર્પણ કરી સન્માનિત કરતાં દેશ માટે જીવન સમર્પિત કરનાર વીર સપૂતની સ્મૃતિને નમન કર્યું હતું શહીદોના ત્યાગ અને બલિદાનને દેશ સદાય યાદ રાખશે. આ દરમિયાન નગરપાલિકા પ્રમુખ, એપીએમસી ચેરમેન, નગરપાલિકાના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande