
મહેસાણ, 14 ઓગસ્ટ (હિ.સ.)
મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો મળી રહે તે માટે જોટાણા ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર અધિકારી, મહેસાણાની અખબારી યાદી મુજબ આ ભરતીમેળો 18 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11 વાગ્યે ડો. એન.પી. પટેલ ITI, રેલવે સ્ટેશન રોડ, જોટાણા ખાતે યોજાશે.
ભરતીમેળામાં ITI, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ખાસ કરીને ફિટર, વેલ્ડર, RFM, SMW, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, પેઇન્ટર, PPO અને COPA જેવી ITI લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારીની તકો ઉપલબ્ધ રહેશે.
ભરતીમેળા માટે ઉમેદવારોની વયમર્યાદા 18થી 40 વર્ષ રાખવામાં આવી છે. ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ દ્વારા ભરતીમેળાના સ્થળે જ લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેના કારણે રોજગારની શોધમાં રહેલા યુવાનોને એક જ સ્થળે વિવિધ કંપનીઓમાં નોકરીની તકો મેળવવાની તક મળશે.
રોજગાર અધિકારી દ્વારા રસ ધરાવતા ઉમેદવારોને પોતાના બાયોડેટાની જરૂરી નકલો સાથે 18 ઓગસ્ટે નિયત સમયે જોટાણા ITI ખાતે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા માટે જરૂરી શૈક્ષણિક તથા અન્ય દસ્તાવેજો સાથે રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR