ખેરાલુમાં 80મા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ
મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લાના 80મા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે ખેરાલુ ખાતે કરવામાં આવશે. જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાનારા મુખ્ય સમારોહની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજે ખેરાલુ
ખેરાલુમાં 80મા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ


મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.)

મહેસાણા જિલ્લાના 80મા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે ખેરાલુ ખાતે કરવામાં આવશે. જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને યોજાનારા મુખ્ય સમારોહની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજે ખેરાલુ ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. જિલ્લા કલેક્ટર શ્રી શાલિની દુહાનની ઉપસ્થિતિમાં યોજાયેલા રિહર્સલ દરમિયાન વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

રિહર્સલની શરૂઆત કલેક્ટરશ્રી દ્વારા ધ્વજારોહણ અને રાષ્ટ્રધ્વજને સલામી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન થયું હતું. કલેક્ટરશ્રીએ પોલીસ પરેડ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિનું નિરીક્ષણ કર્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે રજૂ થયેલી સાંસ્કૃતિક કૃતિઓએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રીય પર્વના રંગે રંગી દીધું હતું.

આ ઉપરાંત કાર્યક્રમ સ્થળે મુખ્ય સ્ટેજ, મહેમાનોની બેઠક વ્યવસ્થા, પ્રોટોકોલ મુજબની ફાળવણી, પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સુચારુ રીતે યોજાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

રિહર્સલ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર શ્રી મયંક પટેલ, ખેરાલુ પ્રાંત અધિકારી શ્રી અમિત ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રશાસન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ભવ્ય અને યાદગાર બનાવવા માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande