મહેસાણામાં એરંડા સાથે એરી રેશમ ઉછેરને વેગ આપવા હિતધારક પરામર્શ બેઠક યોજાઈ
મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં એરંડા આધારિત એરી રેશમ ઉછેરને પ્રોત્સાહન આપી ખેડૂતોની આવક વધારવાના હેતુથી ‘મેરા રેશમ મેરા અભિમાન 2.0’ અંતર્ગત જિલ્લા કક્ષાની હિતધારક પરામર્શ બેઠક યોજાઈ હતી. કેન્દ્રિય રેશમ બોર્ડના અમદાવાદ સ્થિત સંશોધન વિસ
મહેસાણામાં એરંડા સાથે એરી રેશમ ઉછેરને વેગ આપવા હિતધારક પરામર્શ બેઠક યોજાઈ


મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.)

મહેસાણા જિલ્લામાં એરંડા આધારિત એરી રેશમ ઉછેરને પ્રોત્સાહન આપી ખેડૂતોની આવક વધારવાના હેતુથી ‘મેરા રેશમ મેરા અભિમાન 2.0’ અંતર્ગત જિલ્લા કક્ષાની હિતધારક પરામર્શ બેઠક યોજાઈ હતી. કેન્દ્રિય રેશમ બોર્ડના અમદાવાદ સ્થિત સંશોધન વિસ્તરણ કેન્દ્ર અને રાજ્ય સરકારના કૃષિ વિભાગના સંકલનથી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં કૃષિ અને બાગાયત વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગ્રામ વિકાસ તંત્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ઉદ્યોગ અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રિય રેશમ બોર્ડના વૈજ્ઞાનિક-સી ડૉ. મહેશ ડી. એસ.એ યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં એરંડાનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોવાથી એરી રેશમ ઉછેર માટે અનુકૂળ સંભાવનાઓ છે. ખેડૂતોને વૈજ્ઞાનિક તાલીમ, ગુણવત્તાયુક્ત ચૉકી કીડા, રિયરિંગ સુવિધા અને બજાર જોડાણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

જિલ્લા કૃષિ વિભાગે કેન્દ્રિય રેશમ બોર્ડ સાથે સંકલન કરીને ખેડૂતોને જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી. કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પાક વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉદ્યોગ પ્રતિનિધિઓએ કોકૂનની ખરીદી અને બજારની તકો અંગે માહિતી આપી હતી. બેઠકમાં ખેડૂતો અને વૈજ્ઞાનિકો વચ્ચે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande