માય ભારત-ગાંધીનગર દ્વારા 'ફ્યુચર યુથ લીડર્સ બૂટકેમ્પ'નો ભવ્ય પ્રારંભ
ગાંધીનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા કાર્યરત માય ભારત (MY Bharat) – ગાંધીનગર દ્વારા તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ 2026 દરમિયાન ''વન ચેતના તાલીમ કેન્દ્ર'', ગાંધીનગર ખાતે ત્રણ દિવસીય ''ફ્યુચર યુથ લીડર્સ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા કાર્યરત માય ભારત (MY Bharat) – ગાંધીનગર દ્વારા તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ 2026 દરમિયાન 'વન ચેતના તાલીમ કેન્દ્ર', ગાંધીનગર ખાતે ત્રણ દિવસીય 'ફ્યુચર યુથ લીડર્સ બૂટકેમ્પ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગરના એડિશનલ કલેક્ટર અમિત પરમાર તથા માય ભારત – ગુજરાતના રાજ્ય નિર્દેશક સચિન શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના દિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મહાનુભાવોએ યુવાનોને સક્ષમ નેતૃત્વ, કૌશલ્ય વર્ધન અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તથા માય ભારત યુવા રજીસ્ટ્રેશનમાં ઉત્કર્ષ પ્રદર્શન માટે તેઓને સન્માન કરવામાં આવ્યું. તેમજ આ તાલીમ શિબિરમાં વિવિધ તાલુકાના 35 યુવા ભાગીદારો ઉત્સાહભેર જોડાયા છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી વર્ષા રાધાના માર્ગદર્શન અનુસાર કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande