
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને નમન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે તિરંગાની શાનમાં ભારતની એકતા, અખંડિતતા, સ્વાભિમાન અને શહીદોના અમર બલિદાનની ગાથા સમાયેલી છે. તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ દેશની આન, બાન અને શાનનું પ્રતિક છે. દરેક નાગરિકે તિરંગાનું સન્માન જાળવી રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવી જોઈએ. તેમણે સૌને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ પોતાના ઘર પર તિરંગો લહેરાવવા અને દેશની એકતા તથા અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, નગર પાલિકા સદસ્યો, તાલુકા-શહેર મહામંત્રીઓ, APMC ચેરમેન, મહિલા મોરચા, યુવા મોરચા તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ તિરંગાને નમન કરી દેશની પ્રગતિ, એકતા અને અખંડિતતા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ