સ્વતંત્રતા દિવસ-2026 નિમિત્તે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર, ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન
- અમિતકુમાર વિશ્વકર્મા અને બહાદુરસિંહ ચુડાસમાને વિશિષ્ટ સેવા મેડલ ગાંધીનગર,14 ઓગસ્ટ (હિ.સ.) દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ-2026 નિમિત્તે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર.ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન થશે. પોલીસ સેવામાં વિ
President's Police Medal announced on the occasion of Independence Day-2026


- અમિતકુમાર વિશ્વકર્મા અને બહાદુરસિંહ ચુડાસમાને વિશિષ્ટ સેવા મેડલ

ગાંધીનગર,14 ઓગસ્ટ (હિ.સ.) દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ-2026 નિમિત્તે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર.ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન થશે. પોલીસ સેવામાં વિશિષ્ટ કામગીરી અને લાંબા સમયની ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવતા President’s Medal for Distinguished Service માટે ગુજરાતના કુલ 19 પોલીસ અધિકારી-કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતના અધિકારીઓ અને કર્મચારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાંથી પસંદ થયેલા 19 પોલીસકર્મીઓમાં એક અધિકારી એડિશનલ ડિરેક્ટર જનરલ કક્ષાના, એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ, એક ઈન્સ્પેક્ટર, બે આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર/સબ ઈન્સ્પેક્ટર કક્ષાના તથા અન્ય સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

ગુજરાતમાંથી પસંદ થયેલા 19 પોલીસકર્મીઓની યાદી

અમિતકુમાર કિશોર વિશ્વકર્મા – એડિશનલ ડિરેક્ટર જનરલ, ગુજરાત

બહાદુરસિંહ અભેસિંહ ચુડાસમા – ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, ગુજરાત

સૌરભ દૌલલ તોલુમ્બિયા – ઈન્સ્પેક્ટર જનરલ, ગુજરાત

કનૈયા લક્ષ્મણભાઈ વાઘેલા – ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, ગુજરાત

બાબાભાઈ રામજીભાઈ કોળી – ઈન્સ્પેક્ટર, ગુજરાત

બલવંતસિંહજી મોતીસિંહજી સોલંકી – આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

દિલીપસિંહ કીર્તિસિંહ રાણા – આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

સંદીપ મહેન્દ્રભાઈ પટેલ – સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

જયસિંહ ઘનશ્યામસિંહ રાજ – સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

દિનેશકુમાર મણીભાઈ પટેલ – સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

અનિલ શિવરામન નાયર – સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

નાનજી તારશીભાઈ અઘેરા – આર્મ્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

સબ્બીરખાન કરીમખાન ઠેબા – આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

અજય પ્રહલાદભાઈ ઓઝા – હેડ કોન્સ્ટેબલ, ગુજરાત

તરુણસિંહ ગણપતસિંહ સોલંકી – હેડ કોન્સ્ટેબલ, ગુજરાત

ઉત્તમસિંહ ગુણવંતસિંહ ઝાલા – સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

રાજેશકુમાર કરશનભાઇ મીર – હેડ કોન્સ્ટેબલ, ગુજરાત

ભરતસિંહ નટવરસિંહ વાઘેલા – સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

કલ્પેશકુમાર સોમાભાઈ દેસાઈ – આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

દેશભરમાં પોલીસ સેવાના અધિકારીઓનું સન્માન

સ્વતંત્રતા દિવસ નિમિત્તે જાહેર કરાયેલી President’s Medal for Distinguished Serviceની યાદીમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande