ઘોઘા રો-રો ફેરી ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ
ભાવનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી ૧૫ ઓગસ્ટના રોજ ઘોઘા રો-રો ફેરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને ભવ્ય, શિસ્તબદ્ધ અને સુ
રિહર્સલ કરવામાં આવ્યું


ભાવનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી ૧૫ ઓગસ્ટના રોજ ઘોઘા રો-રો ફેરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને ભવ્ય, શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં યોજાયેલા રિહર્સલ દરમિયાન કાર્યક્રમના વિવિધ તબક્કાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના આગમનથી લઈને ધ્વજવંદન, પોલીસ પ્લાટુન દ્વારા સલામી, રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદ્બોધન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની સમગ્ર કામગીરીનું પ્રેક્ટિકલ રિહર્સલ કરાયું હતું.

કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલે સંબંધિત અધિકારીઓને કાર્યક્રમ દરમિયાન સમયપાલન, શિસ્ત અને વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેવાના હોવાથી કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, સુરક્ષા, પાર્કિંગ, ટ્રાફિક વ્યવસ્થા તેમજ અન્ય જરૂરી સુવિધાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોને કોઈ અગવડ ન પડે અને સમગ્ર આયોજન નિર્ધારિત સમય મુજબ સરળતાથી પૂર્ણ થાય તે માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવવા સૂચના આપવામાં આવી હતી.

રિહર્સલમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંબંધિત વિભાગો દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચાડવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande