
ભાવનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : સિહોર તાલુકા જન-સંવાદ કમિટીમાં નક્કી થયા મુજબ તથા કમિટીના અધ્યક્ષ નાયબ કલેક્ટરની સૂચનાથી તાલુકા હેલ્થ કચેરી સિહોર દ્વારા ટાઉનહોલ ખાતે તાલુકા કક્ષાના જન-સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન સહિત જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, વિરોધ પક્ષના નેતાઓ, જન-સંવાદ કમિટીના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકીય સંગઠનોના પ્રતિનિધિઓ, એનજીઓના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, મેડિકલ ઓફિસરો અને આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ જોડાયો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
જન-સંવાદ કાર્યક્રમ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર, રિજનલ એબીડીએમ કો-ઓર્ડિનેટર અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર દ્વારા આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમો, યોજનાઓ, સિદ્ધિઓ અને આરોગ્યલક્ષી સૂચકાંકો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા માટેના પગલાં, અતિજોખમી સગર્ભા માતાનાં 19 લક્ષણો, પીએમએમવાય, જેએસવાય, જેએસએસકે, નમોશ્રી યોજના, શ્રેષ્ઠા-જી યોજના, એનિમિયા મુક્ત ભારત અને કુપોષણ મુક્ત ગુજરાત અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે એબીડીએમ, આભા, પીએમજેવાય, પીએમટીએમબી, ટીબી મુક્ત ભારત અભિયાન, મેલેરિયા મુક્ત ગુજરાત, વાહકજન્ય તથા પાણીજન્ય રોગો અને એચઆઈવી-એઈડ્સ જેવા કાર્યક્રમોની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના સૂચનો લેવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા જરૂરી આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA