નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા ટેક્સટાઇલ એક્સ્પોની મુલાકાત લેતા સાંસદ પ્રભુભાઈ વસાવા
સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.) : સાંસદ પ્રભુભાઈ વસાવાએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા ટેક્સટાઇલ એક્સ્પોની મુલાકાત લઈને ટેક્સટાઇલ ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને દેશના અર્થતંત્રમાં આ સેક્ટરની ચાવીરૂપ ભૂમિકા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસં
Surat


સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.) : સાંસદ પ્રભુભાઈ વસાવાએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા ટેક્સટાઇલ એક્સ્પોની મુલાકાત લઈને ટેક્સટાઇલ ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને દેશના અર્થતંત્રમાં આ સેક્ટરની ચાવીરૂપ ભૂમિકા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સાંસદએ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ક્ષેત્ર આપણા દેશની અર્થવ્યવસ્થા, રોજગાર સર્જન અને નિકાસની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ અને આધારભૂત સ્તંભ છે. વિશેષરૂપે ગુજરાત-સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગે આજે સમગ્ર દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ પ્રકારના વિશાળ એક્સ્પોના આયોજનથી આપણા સ્થાનિક ઉદ્યોગકારો, વણકરો, યુવાવર્ગ અને મહિલા શક્તિને આધુનિક ટેકનોલોજી, નવા વૈશ્વિક બજારો તેમજ રોજગારીની અઢળક નવી તકો પ્રાપ્ત થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વદેશી અપનાવો’ના આહ્વાનનો ઉલ્લેખ કરતા સાંસદએ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ક્ષેત્રમાં યુવાનો અને મહિલાઓની વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત થાય તેવા સરકારના પ્રયાસો છે. ભારત ‘વોકલ ફોર લોકલ’ થી ‘લોકલ ટુ ગ્લોબલ’ ની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ વેળાએ સાંસદ પ્રભુભાઈએ કાપડ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ ઉદ્યોગસાહસિકો, વણકરો, કારીગરો તેમજ ખાસ કરીને ગુજરાત અને સુરતથી પધારેલા તમામ ઉદ્યોગકારોને અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande