
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)ચાણસ્મા નાગરિક સહકારી બેંકની 62મી વાર્ષિક સામાન્ય સભા બેંકના ચેરમેન રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભાની શરૂઆત પહેલાં બેંકના જનરલ મેનેજર નીતિનભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી બેંકની આર્થિક પ્રગતિ, કામગીરી અને વિવિધ ક્ષેત્રે થયેલી સિદ્ધિઓ અંગે સભાસદોને માહિતી આપી હતી.
સભા દરમિયાન બેંકનો વાર્ષિક અહેવાલ, ઓડિટ થયેલ સરવૈયું તેમજ નફા-નુકસાનની વિગતો રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2026-27 દરમિયાન બેંક દ્વારા કરવામાં આવનાર કરજ વધારાની હદ સહિતના મહત્વના નાણાકીય અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સભાસદો દ્વારા રજૂ કરાયેલા વિવિધ મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ચેરમેન રાજેન્દ્રકુમાર પટેલ, એમ.ડી. શ્રીમતી લતાબેન યોગેનકુમાર પટેલ, વાઇસ ચેરમેન સચ્ચિદાનંદભાઈ એન. પટેલ સહિત બેંકના સભાસદો, અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક સામાન્ય સભા દરમિયાન બેંકની કામગીરી અને આગામી વર્ષના આયોજન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ