
ભાવનગર,14 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસ વેચાણ કરવા માટે આવતા હોય છે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ડુંગળી, નારિયેળ,તલ, ચણા વગેરે જણસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ખેડૂતોને ભાવ પણ ખૂબ સારા મળ્યા હતા ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે આવક નોંધાતી હોય છે અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. આ ઉપરાંત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાંથી ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીના ભાવ 78 રૂપિયાથી લઈને 582 રૂપિયા સુધી રહ્યા હતા આજે 1814 કટ્ટા લાલ ડુંગળી નું વેચાણ કરવામાં આવ્યું હતું.ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 36 રૂપિયાનો વધારો નોંધાયો હતો જ્યારે આજે સફેદ ડુંગળીના ભાવ 107 રૂપિયાથી લઈને 371 રૂપિયા સુધી રહ્યા હતા આજે 631 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યો હતો તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 28 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે આજે નારિયેળના 2812 નંગ નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 301 રૂપિયા થી લઈને 2812 રૂપિયા સુધી પ્રતિ મને રહ્યા ગઈકાલે સરખામણીએ નારિયળ ના ભાવમાં 538 રૂપિયા નો ઘટાડો નોંધાયો છે.
આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાના 55 કટ્ટા ની આવક નોંધાઈ હતી જેના ભાવ 1000 રૂપિયા થી લઈને 1252 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 2 રૂપિયાનો વધારો નોંધાયો છે આ સાથે જ આજે સફેદ તલનો ભાવ 2052 રૂપિયાથી લઈને 2451 સુધી રહ્યો હતો ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 24 રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે કાળા તલનો ભાવ 1800 રૂપિયાથી લઈને 3001 રૂપિયા સુધી રહ્યો હતો 299 રૂપિયાનો ગઈકાલે સરખામણીએ આજે ઘટાડો નોંધાયો છે આજે 54 કટ્ટા તલને વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું છે.
આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં એરંડાના 1 કટ્ટા ની આવક નોંધાઈ હતી જેના ભાવ 1125 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે આજે જુવારના 46 કટ્ટા ની આવક નોંધાઈ હતી જેના ભાવ 451 થી લઈને 1212 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 513 રૂપિયાનો વધારો નોંધાયો છે આ સાથે જ આજે ઘઉં ટુકડાના 505 કટ્ટા ની આવક નોંધાઈ હતી જેના ભાવ 382 રૂપિયાથી લઈને 575 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગના 3 કટાની આવક નોંધાય હતી જેનો ભાવ 800 રૂપિયા થી લઈને 1639 રૂપિયા સુધી પ્રતિમણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભાવ આજે રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA