
ગીર સોમનાથ, 14 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ - વેરાવળ એસટી ડેપો ખાતે સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર સૂચન સમાજને ઉપયોગી થવાના અભિગમ મુજબ રાજ્ય સરકાર દ્વારા સ્વછતાને વધુ વેગ આપવાના હેતુ થી સ્વછતા ઝુંબેશ ના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા વેરાવળના સહયોગ થી વેરાવળ એસટી ડેપો મેનેજર દિલીપ શામળાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેપો ના ટ્રાફિક , મિકેનિક, વહીવટી, ડ્રાઇવર, કંડકટર સહિતના કર્મચારીઓએ રક્તદાન થકી રક્તદાન મહાદાનની પંક્તિને સાર્થક કરવા ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તકે વેરાવળ એસટી ડેપોના કિશોર ભાઈ સાગઠીયા, રામભાઈ ચાવડા, કિશન ભાઈ અગ્રાવત સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વેરાવળ રેડ ક્રોસ સોસાયટી વતી ચેરમેન અતુલભાઈ કાનાબારની આગેવાનીમાં ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટ, સેક્રેટરી ગિરીશ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ, કમિટી સભ્યો પૈકી સેવારામભાઈ મુલચંદાણી ગિરીશભાઈ વોરા, સંજયભાઈ દાવડા રાજેશભાઈ પટેલ સહિત એમ.ડી પેથોલોજી ડો ખેવનાબેન કારાવડીયા, ટેકનિકલ સ્ટાફ નિખીંતાબેન બોરીચા, કેવલ બારડ, ધ્રુવ દવે, હીનાબેન બારડ, લખનભાઈ સિંધલ સેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. એસ.ટી ડેપોના કર્મચારીઓને રક્તદાન કરવા બદલ સન્માન પત્રથી સન્માનિત કર્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા વેરાવળ એસ.ટી ડેપોના મેનેજર દિલીપ શામળાના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ