મોટરસાયકલ સાથે એક શખ્સ ઝડપાયો, ચોરીનો ગુનો ઉકેલાયો
ભાવનગર,14 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા શહેર વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓના શકમંદોની તપાસ દરમિયાન એક શખ્સને રૂ. 50 હજારની ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી
પકડાયેલ આરોપી


ભાવનગર,14 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા શહેર વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓના શકમંદોની તપાસ દરમિયાન એક શખ્સને રૂ. 50 હજારની ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

LCB પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ અને શકમંદોની તપાસમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ભાવનગર ગુરુદ્વારા સામેના મેદાનમાં કાળા રંગનું ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલો એક શખ્સ શંકાસ્પદ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ઉભો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા રાહુલ ઉર્ફે અગુ સ/ઓ ભરતભાઈ મકવાણા, ઉંમર 21 વર્ષ, રહે. 25 વારિયા, સીદસર, ભાવનગર મળી આવ્યો હતો.

તેની પાસે રહેલી કાળા રંગની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ અંગે પોલીસે જરૂરી રજીસ્ટ્રેશન દસ્તાવેજો, આધાર કે બિલ રજૂ કરવા જણાવ્યું હતું. જોકે, તેની પાસે કોઈ આધારભૂત દસ્તાવેજો ન હોવાનું જણાવી શક્યો હતો. જેથી પોલીસે મોટરસાયકલને શંકાસ્પદ મિલકત તરીકે કબજે કરી શખ્સની ધરપકડ કરી હતી.

પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપીએ મોટરસાયકલ ભાવનગરના તળાજા જકાતનાકા પાસે આવેલા ખોડિયાર મંડપના કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

કબજે કરાયેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની કિંમત આશરે રૂ. 50,000 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને નિલમબાગ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande