પાટણની એસ. કે. કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ તેમજ તેના દુરુપયોગ અંગે નુક્કડ નાટક રજૂ કર્યું
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.) : પાટણની એસ. કે. કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે ‘NEP SAARTHI’ પહેલ અંતર્ગત સોશિયલ મીડિયાના ઉપયોગ અને દુરુપયોગ અંગે સામાજિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. 14 ઓગસ્ટે કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 400થી વધુ વિદ્યાર્થીઓ
પાટણની એસ. કે. કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ તેમજ તેના દુરુપયોગ અંગે નુક્કડ નાટક રજૂ કર્યું.


પાટણની એસ. કે. કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ તેમજ તેના દુરુપયોગ અંગે નુક્કડ નાટક રજૂ કર્યું.


પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.) : પાટણની એસ. કે. કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે ‘NEP SAARTHI’ પહેલ અંતર્ગત સોશિયલ મીડિયાના ઉપયોગ અને દુરુપયોગ અંગે સામાજિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. 14 ઓગસ્ટે કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 400થી વધુ વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો અને શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કવિતા ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં BBA, B.Com. અને M.Com.ના કો-ઓર્ડિનેટર અશ્વિન મોદી સહિત NEP સાથી સભ્યો ખુશ્બુ ઠક્કર અને ગિરિરાજ સિંહ ગોહિલે આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જય, મિશ્વા, કુલદીપ, નૈસર્ગિ, વેદ, રુદ્ર અને વૈદેહીએ સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ તેમજ તેના દુરુપયોગ અંગે નુક્કડ નાટક રજૂ કર્યું હતું. નાટક દ્વારા રોજિંદા જીવનની વાસ્તવિક પરિસ્થિતિઓ રજૂ કરી સામાજિક જાગૃતિ, જવાબદાર વર્તન અને નૈતિક મૂલ્યો જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંવાદ કૌશલ્ય, ટીમવર્ક, સર્જનાત્મકતા અને નેતૃત્વ જેવા ગુણો વિકસાવવાની સાથે સામાજિક મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલતા કેળવવાનો હતો. વિદ્યાર્થીઓના આ સર્જનાત્મક પ્રયાસને કોલેજના સ્ટાફે બિરદાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande